તમારું ઘર કે ગાડી પરના વ્યાજમાં જલદી ઘટાડો થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર લોન સસ્તી થાય તે માટેનું પગલું ભર્યું છે. રિઝર્વ બેંકે ગુરુવારે પોતાની બેંકો માટે પાછલા 9 વર્ષ કરતા સૌથી ઓછો વ્યાજદર કર્યો છે. ઈકોનોમીની મુશ્કેલીઓ સામે ઝઝુમી રહેલી મોદીની નવી સરકાર બજેટ રજૂ કરે તે પહેલા જ જરુરી પગલા ભરવામાં આવી રહ્યા હતા. રિઝર્વ બેંકે આ સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં વ્યાજદર વધારે સસ્તા થઈ શકે છે.
છ સભ્યોની એમપીસીની બેઠકની અધ્યક્ષતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કરી. અહીં તેમણે કહ્યું કે અમે સુનિશ્ચિત કરીશું કે બેંક કસ્ટરમરોને વ્યાજનો લાભ આપે.
બેંકરોએ રિઝર્વ બેંકે ભરેલા પગલાની પ્રશંસા કરીને કહ્યું છે કે, તેનાથી ઈકોનોમીનો વિકાસ થશે, પણ એ સાફ નથી કર્યું કે તેઓ વ્યાજદર ઘટાડશે કે નહીં. જો લોન સસ્તી થઈ તો ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ વ્યાજ દર ઘટી જશે. રિઝર્વ બેંકે આ વર્ષે ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ પેહલા બે વખત 0.50% ઘટાડો કર્યો હતો, તો 0.21% ફાયદો જ ગ્રાહકોને મળ્યો હતો, એ પણ મોટાભાગે નવા ગ્રાહકોને જ મળ્યો.
RBIની મોનેટરી પોલિસી માટે બનેલી કમિટીના તમામ 6 સભ્યો ગુરુવારે એકમતથી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો. રેપો રેટ એ દર છે જેના પર RBI બીજી બેંકોને શોર્ટ ટર્મ દેવું આપે છે. જેમાં વર્ષ 6.5%થી ઘટાડીને 5.75% કર્યો છે. આટલો દર આ પહેલી 2010માં હતો. રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીએ કહ્યું હતું કે વ્યાજદર ઘટાડવાથી ઘરોની ડિમાન્ડ વધશે. જીએસટીમાં ઘટાડા બાદ આ ઘર ઘરીદવાનો સારો સમય છે. ગાડીઓનું વેચાણ ઘટાડવાથી કંપનીઓ પાસેથી ઓફર મળવાની સંભાવના વધી છે.
બેંક ઘર, ગાડી અને અન્ય લોન વ્યાજ દરો 0.25% સુધી ઘટાડી શકે છે. જો તમે 50 લાખ રુપિયાની હોમ લોન 20 વર્ષ માટે લીધી હોય તો 8.50 ટકા વ્યાજ પર 43,391 રુપિયાના EMI થશે. જો વ્યાજદર 0.25 ટકા ઘટશે તો 42,603 રુપિયા EMI ચૂકવવા પડશે. એટલે કે 788 રુપિયા બચત થાય.
એ જરુરી છે કે, તમે સસ્તા વ્યાજથી વેપારમાં વધારો કરી શકો, ઘર અને ગાડી વગેરે પર ખર્ચ કરી શકો. સરકારી આંકડા જણાવે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં પાછલા પાંચ વર્ષમાં બહુ ઘટાડો થયો છે. બેરોજગારી પાછલા 45 વર્ષમાં સૌથી ઊંચાઈ પર પહોંચી છે. ડિમાન્ડ ઘટવાથી ઈન્ડસ્ટ્રીમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઈકોનોમીને પાટા પર લાવવાનું દબાણ છે.