અંતે પંજાબ બાદ મહારાષ્ટ્રમાં પણ કર્ફેયું લગાવી દેવામાં આવ્યો છે.મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે આખા રાજ્યમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. આ પગલાંને જનતાએ સાવચેતીનાં પગલા તરીકે જ જોવા તેવી તાકીદ પણ ઉદ્ધવ ઠાકરેએ કરી છે.તેમણે સાથે કહ્યું છે કે નાગરિકોએ પોતાની જ સલામતી ખાતર ઘરમાં જ રહેવું જોઇએ અને કોરોનાવાઇરસનાં પ્રસારને અટકાવવામાં સહાય કરવી જોઇએ.
સીઆરપીસી સેક્શન 144 આજથી લાગુ કર્યું હોવા છતા ંપણ અનેક લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા અને ઘણાં લોકો રસ્તા અને શેરીઓમાં જોવા મળ્યા હતા.વળી અમુક મુખ્ય રસ્તાઓ તો વાહનોથી ખીચોખીચ હતા.આ સંજોગોમાં સરકાર પાસે કર્ફ્યુ લાદવા સિવાયનો બીજો કોઇ રસ્તો બચ્યો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે,”લોકોએ આ વાઇરસની ગંભીરતા સમજાવી જોઈએ.
144ની ધારા એટલા માટે લાગુ કરાઇ છે જેથી લોકોને અનિવાર્ય ચીજો મળતી રહે તથા લોકોને હાલાકી ન પડે.” 31મી માર્ચ સુધી બીજી તમામ સેવાઓ સ્થગિત કરાઇ છે જેમ કે રેલ્વે, સબર્બન ટ્રેઇન્સ અને મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થતી ફલાઇટ્સ સુદ્ધાં અટકાવવામાં આવી છે. બધાં જ જિલ્લાઓની બોર્ડર્સ પણ સિલ કરાશે જેથી નોવલ કોરોના વાઇરસનાં પ્રસારને અટકાવી શકાય.