કોરોનાવાઇરસને કારણે મહારાષ્ટ્રના ચાર શહેરો લોકડાઉન કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે,પૂણે, મુંબઈ, પિંપરી અને ચિંચવાડની તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે.બેંક સેવાઓ માત્ર ખુલ્લી રહેશે.મેડિકલ સેવાઓ પણ મળતી રહેશે.
સવારથી મહારાષ્ટ્ર સરકારની મીટીંગનો દોર ચાલુ હતો અને કોરોના વાયરસના ખતરાને જોતા મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર,પૂણે,પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં જરૂરી સામાનની દુકાનો છોડીને તમામ બાબતો બંધ કરવાનો નિર્ણય લીધો છે.રાજ્ય સરકારે કહ્યું કે,સરકારી ઓફિસોમાં માત્ર 25 ટકા કર્મચારીઓ જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ વધુ કેસ પોઝીટિવ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 52 પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી.
તેમાં મુંબઈ,પૂણે અને પિંપરી-ચિંચવડના એક-એક દર્દી સામેલ છે.જેઓ હાલમાં જ વિદેશ મુસાફરી કરીને પરત આવ્યા હતા. સ્વાસ્થય મંત્રીએ એમ પણ જણાવ્યું કે, સારવાર લઈ રહેલા પાંચ લોકોની હાલત હાલ સુધારા પર છે.તેઓને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.