ભારતીય રિઝર્વ બેંક (RBI )એ રેપો દરમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કર્યો નથી. રેપો દર 5.15 ટાક પર યથાવત રાખવાનો નિર્ણય 6 મેમ્બરો દ્વારા લેવામાં આવ્યો હતો. આ પહેલા પાંચ ડિસેમ્બરે પણ નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કર્યો નથી. કેન્દ્રીય બેંક છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખી પ્રમિથ નીતિગત દરો પર નિર્ણય લે છે.જોકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરે જણવ્યું હતું કે ભવિષ્યમાં બદલાવ થઇ શકે છે.
રેપો રેટ એ દર હોય છે જેના પર બેંક આરબીઆઈ પાસેથી લોન લે છે. આ રેટ ઘટવાને કારણે બેંક પોતાના લોનની વ્યાજ દર પણ ઓછા થઈ શકે છે. જો રેપો રેટમાં કાપનો ફાયદો બેંક તમારી સુધી પહોંચાડે છે તો સામાન્ય નાગરીકને તેનો ફાયદો થાય છે.
રેપો રેઈટ ઘટાડવા ન આવતા બેન્ક નિફટીમાં પણ તેજી જોવા મળી હતી. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં પણ તેજી જોવા મળી હતી રિઝર્વ બેંકે ડિસેમ્બર 2019માં ગત બેઠક પહેલા સતત 5 વખત રેપો રેટ ઘટાડ્યા હતાં. ક્રિસિલના સિનીયર ઇકોનોમિસ્ટ ડીકે જોશીનું માનવું છે કે, રિઝર્વ બેંકને અત્યારે પણ મોંઘવારીની ચિંતા છે. આવામાં આ વખતે પણ દરોમાં બદલાવના સંકેત નથી.