અમેરિકા દ્વારા 2 લાખ કરોડનું સ્ટિમ્યુલસ પેકેજની ઘોષણા બાદ ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારામંન દ્વારા બપોરે પ્રેસ કોન્ફરસ કરીને કોરોનાવાઇરસના દર વચ્ચે ગરીબો માટે અનેક યોજનાની જાહેરાત કરતા શેર બજારમાં આજે સતત ત્રીજા દિવસે જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 1410 પોઇન્ટ અને નિફટી 323 પોઇન્ટ ઉંચકાયા હતા.
આજે સવારથી જ માર્કેટ તેજી સાથે ખુલ્યું હતું અને તેમાં અમેરિકી પેકેજની જાહેરાત બાદ બેન્કિંગ શેરોમાં પણ ભારે તેજી જોવા મળી હતી અને તેને કારણે અનેક શેરોમાં તેજી જોવા મળી હતી.સવારના સત્રમાં જ અરૃટાનજં જેવા શેરોમાં 20% સર્કિટ લાગી ગઈ હતી તો આઇટી શેરોમાં પણ તેજી જોવા મળી હતી. ટૂ વહીલર બનાવતી કંપનીમાં પણ ભારે તેજી જોવા મળી હતી.
એકંદરે આજે 1100 થી વધારે સ્કીપરમા ગ્રીન નિશાન જોવા મળ્યું હતું જયારે 700 થી વધારે સ્ક્રિપમાં લાલ નિશાન જોવા મળ્યું હતું નિફટીના 50માંથી 38 શેરોમાં ખરીદારી જોવા મળતી હતી. આજે બેન્ક નિફટી પણ 1132 પોઈંટ ઉપર રહેતા 19613 પર બંધ આવ્યો હતો.