આજે ભારત અને અમેરિકા ના વડા મોદી અને ટ્રેમ્પ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં વિસ્તાર પૂર્વક વાતચીત થઇ હતી જેમાં બંને દેશો વચ્ચે અનેક વિષયો પણ સમજૂતી અને વિચાર વિમર્શ થયા હતા અને બંને દેશો ઘણા વિષયોમાં સાથે કામ કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી . પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠકમાં જે વાત પર બધાની નજર હતી, તે હતી રક્ષા સમજુતી. આખરે લાંબી વાતચીત અને સોદા-ભાવ બાદ ટ્રમ્પે આજે બંન્ને દેશો વચ્ચે 3 અબજ ડોલરની રક્ષા ડીલની જાહેરાત કરી હતી. આ બધા વચ્ચે ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદ પર પણ સંભળાવી દીધું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની ધરતી પરથી ચાલનાર આતંકવાદ પર લગામ લગાવવાની જરૂર છે. ટ્રમ્પ અને મોદીએ બંન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, તે ભારતના પ્રવાસને ક્યારેય ભૂલશે નહીં.
આ ડીલમાં અમેરિકામાંથી 24 MH60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ અમેરિકી ડોલરની ખરીદી સામેલ છે.એક અન્ય ડીલ છ AH 64E અપાચે હેલિકોપ્ટરને લઈને છે જેની કિંમત 80 કરોડ ડોલર હશે.ટ્રમ્પે જોઇન્ટ સ્ટેટમેન્ટમાં બંને એ વારાફરતી સંબોધન કર્યું હતું . 3 અબજ ડોલરથી વધુની ડિફેન્સ ડીલથી બંન્ને દેશાના રક્ષા સંબંધ વધુ મજબૂત બનશે.
બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમે ભારત-અમેરિકા પાર્ટનરશિપના મહત્વપૂર્ણ પાસાંઓ પર ચર્ચા કરી, તે રક્ષા હોય કે સુરક્ષા. અમે એનર્જી, સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ, ટ્રેડ અને પિપલ-ટુ-પિપલના વચ્ચે સંબંધો પર ચર્ચા કરી હતી. રક્ષા ક્ષેત્રમાં ભારત-અમેરિકા વચ્ચે મજબૂત સંબંધ આપણી ભાગીદારીનું મહત્વપૂર્ણ પાસું છે.’
ટ્રમ્પે આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘પીએમ મોદી અને હું અમારા નાગરિકોને કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમેરિકા પાકિસ્તાનની ધરતી પર ચાલી રહેલા આતંકવાદને રોકવા માટે પગલા ભરી રહ્યું છે.’