મુંબઈ: આરબીઆઈએ રેપો રેટનો દર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેન્કે ક્રેડિટ પૉલિસીમાં નીતિગત દરોમાં કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 5.15 ટકા પર અકબંધ રાખ્યો છે. કુલ મળીને આરબીઆઈ આ વર્ષ રેપો રેટમાં 1.35 ટકાની કપાત કરી ચુકી છે.
વ્યાજ દર યથાવત રાખવા MPC સભ્યોની સહમતિ છે. RBI એ અકોમોડેટીવ વલણ યથાવત રાખ્યું. નાણાકીય વર્ષ 20 રિઅલ જીડીપી ગ્રોથ લક્ષ્ય 6.1 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો. ઓક્ટો-માર્ચ સીપીઆઈ મોંઘવારી લક્ષ્ય વધારી 4.7-5.1 ટકા કરી. એપ્રિલ-સપ્ટેમ્બર સીપીઆઈ મોંઘવારી લક્ષ્ય વધારી 3.8-4 ટકા કરી. ઓક્ટો-માર્ચ જીડીપી ગ્રોથ 4.9-5.5 ટકા પર જોવા મળે.
રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું કે સરકારી ખર્ચ પણ વધ્યો છે પણ હાલ ભારત પાસે 54,170 કરોડનું ઇદેશ હુંડીયામણ પડ્યું છે.
નવેમ્બર સુધી વરસાદ લંબાયો હતો જોકે ખાતરનું ઉત્પાદન નોંધપાત્ર થયું છે.બે માસનો ગાળો હોવા છતાં ઓક્ટોબરમાં સુધારો નોંધાયો ન હતો પણ હવે રવિ પાકનું વાવેતર વધી રહ્યું છે.
તેમને જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ ની અસર પણ ગ્લોબલ ઈકોનોમી પર પડી હતી.આ વિદેશી સહેલાણીઓ ઘણા આવ્યા પણ ઓક્ટોબરમાં સર્વિસ પરવુરીમાં ખાસ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો ન હતો.અને આવનારા દિવસોમાં મોંઘવારીનો દર વધેલો જોવા મળશે.