સપ્ટેમ્બરમાં છુટક ફુગાવો વધીને 3.28 ટકા થયો છે જ્યારે અગાઉના મહિને છૂટક ફુગાવો 3.28 ટકા હતો. બીજી બાજુ ખાદ્ય ફુગાવો બે ગણો વધીને 5.1 ટકા થયો છે. જો કે, અત્યારે પણ ફુગાવો કમ્ફર્ટ ઝોનમાં છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મધ્યમ ગાળા માટે ચાર ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે.
શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજદરમાં સતત પાંચમી વખત ઘટાડો કર્યો છે. જે હાલના અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. તાજેતરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી વ્યાજદર 5.15 ટકા રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મધ્યસ્થ બેન્કે વ્યાજદરમાં 135 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
વાર્ષિક ધોરણે જથ્થબંધ ફુગાવો 0.33 ટકા આવ્યો છે જે ઓગસ્ટમાં 1.8 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સુચકઆંક અનુસાર, વાર્ષિક ધોરણે ફુગાવામાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણે 2018 દરમિયાન ફુગાવો 5.22 ટકા સુધી પહોંચી ગયો હતો. શાકભાજીનો રિટેલ ફુગોવો 15.40 ટકા આવ્યો છે.