દેશભરમાં કોરોનાને કારણે અનેક ઉદ્યોગ ઠપ્પ થઇ ગયા છે અને અનેક સેક્ટરને ભારે અસર પણ પહોંચી છે અને દરેક સેક્ટરોને કલ્પના ન કરી શકાઈ તેટલું નુકશાન થયું છે ત્યારે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) એ મંગળવારે જણાવ્યું હતું કે કોવિડ 19ને કારણે દેશવ્યાપી લોકડાઉન 25 માર્ચથી લાદવામાં આવ્યું ત્યારથી ભારતીય રિટેલ ક્ષેત્રે 5.5 લાખ કરોડ રૂપિયાની જંગી રકમની નુકશાની કરી છે અથવા ગુમાવી છે.
ઓછામાં ઓછા 20 ટકા ભારતીય રિટેલરો આવતા કેટલાક મહિનામાં પોતાનો બિઝનેસ સંકેલી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને અસ્તિત્વ ટકાવી રાખવા સુનિશ્ચિત આર્થિક પેકેજ સાથે વેપાર સમુદાયને ટેકો આપવા સરકારને આગળ આવા વિનંતી કરી છે. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભારતીયા અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે COVID-19 રોગચાળાને લીધે “છૂટક વેપારને બહુજ મોટું નુકશાન થવા જઈ રહ્યું છે.
રિટેલરો લગભગ 15,000 કરોડનો દૈનિક ધંધો કરે છે અને દેશ 40 દિવસથી વધુ સમયથી લોકડાઉનમાં છે. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સાત કરોડ વેપારીઓમાંથી 1.5 કરોડ લોકોએ થોડા મહિનામાં કાયમ માટે શટર કાયમ માટે બંધ કરવા પડશે અને 75 લાખ વધુ મધ્યમ ગાળામાં બંધ થઈ જશે.’
આ ધંધાને ઓછામાં ઓછા છ થી નવ મહિના સુધી સામાન્ય સ્થિતિમાં આવે તેવું લાગતું નથી.ભારતીય અર્થવ્યવસ્થા પહેલાથી જ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને તમામ ક્ષેત્રોમાં માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.