મને નાણાંમંત્રી બનાવો, નરેન્દ્ર મોદી અર્થતંત્રનાં અજ્ઞાની: સ્વામી

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી શરૂઆતથી જ મોદી સરકારની આિર્થક નીતિની ટીકા કરતા આવે છે.વધુ એક વખત તેમણે આ મુદ્દે વડાપ્રધાન અને નાણામંત્રીની ઝાટકણી કાઢી હતી.ચેન્નઈના એક કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારની આિર્થક નીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સરકાર કડક પગલાં ભરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે.ભારતીય અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાંથી પસાર થઇ રહી છે તેમ સ્વામીએ ઉમેર્યું હતું.

સ્વામીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્થતંત્રમાં કશી જ ખબર પડતી નથી.મને દેશનો નાણામંત્રી બનાવવો જોઈએ.મહત્વના ફેરફાર કર્યા વગર અર્થતંત્રને વેગ મળશે નહીં.નાણામંત્રી નિર્મલા સિતારામન વિશે સ્વામીએ કટાક્ષમાં કહ્યું હતું : એમના વિશે તો હું જેટલું ઓછું બોલું એટલું જ સારૂં રહેશે.જેએનયુમાં ભણી લેવાથી અર્થશાસ્ત્રી નથી બની જવાતું. તેઓએ રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનની પણ ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્રમાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.એક સેક્ટરને અસર થાય એટલે બીજું સેક્ટર તેનાથી પ્રભાવિત થયા વગર રહેતું નથી.આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન અંગે સ્વામીએ કટાક્ષમાં કહ્યું હતું કે તેમના સમયથી જ ભારતનું અર્થતંત્ર ખાડે ગયું હતું.એ માણસ અમેરિકામાં ભણેલો હતો એટલે તેને ભારતીય અર્થતંત્રની નાડ પારખતા આવડયું નહી.એ માણસે વ્યાજના દરમાં વધારો કર્યો એટલે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો બંધ થઈ ગયા.x

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here