ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા શેરડી એમએસપીના વિરોધમાં પાર્ટીના જિલ્લા પ્રમુખ અજિત રાઠીની આગેવાની હેઠળ સેંકડો રાષ્ટ્રીય લોક દળના કાર્યકરોએ મુઝફ્ફરનગર જિલ્લાના કુકરા ચોકમાં શેરડીના પાકને બાળી નાંખ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શેરડીના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો ન કરવાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
રાથીએ કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો નિર્ણય ‘ખેડૂત વિરોધી’ છે અને સુગર મિલના માલિકોને ટેકો આપીને ‘ખેડુતોના હિતની અવગણના છે.’
આર.એલ.ડી.ના કાર્યકરો સાથે કેટલાંક ખેડુતોએ જિલ્લાના બુધના તહસીલ મુખ્યાલયમાં શેરડીનો પાક પણ બાળી દીધો હતો.