મધુસુદન સુગર એન્ડ પાવર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને નમા મુથેયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા તેલંગાણા ના મુખ્ય મંત્રી રિલીફ ફન્ડમાં 1.50 કરોડની કિમંતના હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવ્યા હતા.કંપની અને ટ્રસ્ટના પ્રતિનિધિઓ નમા સેથયા ,નામ પ્રીધવી તેજા અને રાજ્યના ખમ્મમ સીટના સંસદ અને ટીઆરએસ ફ્લોર લીડર નમા નાગેશ્વર રાવ દ્વારા રાજ્યના આઈ ટી મિનિસ્ટર કે ટી રામારાવ ને આ માટેનો લેટર સુપ્રત કરવામાં આવ્યો હતો.
હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન મધુસુદન સુગર એન્ડ પાવર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા WHO ની ગૈસલાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.અને આ હેન્ડ સેનિટાઇઝર અહીંના વિસ્તારોના મેડિકલ સ્ટાફ,ડોક્ટરો અને પોલીસને આપવામાં આવશે.કંપની અને ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં હેન્ડ સેનિટાઇઝર ઉપરાંત માસ્ક અને જરૂરિયાયત મંદ લોકોને અનાજ વગેરે પણ આપવામાં આવ્યું છે.
પીએસઆર ટ્રસ્ટ દ્વારા પણ એક કરોડના સેનિટાઇઝર આપવામાં આવ્યા આવી જ રીતે ભૂતપૂર્વ સંસદ પોન્ગ્યુલેટીં શ્રીનીવાસન રેડ્ડી દ્વારા એક કરોડની કિમંતના હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક આપવામાં આવ્યા છે આ વિતરણ પોન્ગ્યુલેટીં સ્વરાજ્યમ રાઘવરેડ્ડી ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ આપવામાં આવ્યા છે.આ મટીરીયલ રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી પી.અજયકુમારને સોંપવામાં આવ્યું હતું .લગભગ 20,000 લીટર જેટલું સેનિટાઇઝર અહીં આપવામાં આવ્યું છે.