એસજીએક્સ નિફ્ટીથી નબળા સંકેતો મળી રહ્યા છે. આજે જાપાન અને કોરિયાના બજારો બંધ છે. તો યુએસ માર્કેટમાં YEAR END RALLY બંધ થઈ ગયું છે. ગઈકાલના કારોબારમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી 500 0.5 ટકાથી વધુ ઘટીને બંધ થયો હતો. ગઇકાલે એસએન્ડપી 500 પણ લાલ નિશાનમાં બંધ રહ્યો હતો. આ વર્ષે ડાઉ 22 ટકા, નાસ્ડેક 34 ટકા અને એસ એન્ડ પી 500 28 ટકા વધ્યો છે. ટ્રેડ ડીલમાં આગળ શું થશે? તો આ સપ્તાહ ચીનના વાઇસ પ્રીમિયર યુએસ જશે. ચીનના પ્રતિનિધિઓ આવતા સપ્તાહ સુધી યુએસમાં રહેશે. વેપાર સોદા પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
આ વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે સપાટ છે. દિગ્ગ્જ શેરોની સાથે જ મધ્ય અને સ્મૉલકેપ શેરોની ચાલ પણ સુસ્ત જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.09 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.14 ટકાના મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે ઓઇલ-ગેસ શેરોમાં થોડી ખરીદી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.18 ટકાના વધારા સાથે કોરબાર કરી રહ્યો છે.
એફએમસીજી સિવાય, નિફ્ટીના બધા ઇન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી બેન્કિંગ શેરના દબાણને કારણે 0.21 ટકાની નબળાઇ સાથે 32,290 ની નીચે કારોબાર કરી રહી છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 70 અંક એટલે કે 0.17 ટકાના ઘટાડાની સાથે 41490 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 25 અંક એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 12230 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.