બે મહિનાનો સૌથા મોટો ઘટાડો, સેન્સેક્સ 770 અંક ઘટીને બંધ

બજારમાં આજે ઘરેલૂ સેટિમેન્ટથી ભારી ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી આજે 2 ટકા ઘટીને 10800 ના નીચે બંધ થયો છે. જ્યારે સેન્સેક્સ 770 અંક એટલે કે 2.06 ટકા ઘટીને 36560 ના પાસે બંધ થયો છે. નિફ્ટીમાં આજે 11 મહિનામાં સૌથી મોટી ઇન્ટ્રેડે ઘટાડો જોવા મળ્યો છે.

દિગ્ગજના વેચાણથી બેન્ક નિફ્ટી પણ 2.2 ટકા ઘટીને બંધ થયો છે. 1 સપ્તાહમાં બેન્ક નિફ્ટીના પ્રદર્શન દુનિયામાં સૌથી ખરાબ છે. સરકારી બેન્કના માર્જરના સમાચારથી નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 4.9 ટકા ઘટીને બંધ થયો છે. તો પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 2.3 ટકા ઘટીને બંધ થયો છે.

નાના-મધ્યમ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ 1.65 ટકા અને સ્મૉલ કેપ ઇન્ડેક્સ 1.32 ટકા ઘટીને બંધ થયો છે. તેલ-ગેસ શૅરમાં પણ દબાણ જોવા મળ્યો છે. બીએસઇના ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 2.4 ટકા તૂટીને બંધ થયો છે.

આજના કારોબારમાં મેટલ, સિમેન્ટ, ઓઇલ-ગેસ, પાવર અને ફાર્મા સેક્ટર 2.5 થી 3 ટકા સુધી લપસી ગયો છે. તો રૂપિયો પણ 9 મહિનાના નીચલા સપાટીને સ્પર્શીને 72 ના પાર કરી ગયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here