ભારતીય શેર બજારમાં શરૂઆતી તેજી અને સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ટોક ને લઈને સપાટ બંધ રહ્યા હતા અને શરૂઆતની મજબૂતીનો ફાયદો બજાર બંધ રહી ત્યારે જોવા મળ્યો ન હતો
30 શેર બીએસઇ ઇન્ડેક્સમાં પ્રમુખ 30 શેર 124.21 પોઈન્ટ અથવા તો 0.32 ટકા વધ્યા હતો અને તેને કારણે એક સમયે સેક્સેક્સ 38302.96 પહોંચતા નવો હાઈ પણ બનાવ્યો હતો જે આ પેહેલા 38,340.59 નો ગઈકાલે જોવા મળ્યો હતો
જોકે ઇન્ડેક્સ તુરંત નીચે ફ્સ્કીને 9.19 પોઇન્ટ જોવા મળ્યો હતો અને તે નીચે સરકીને 38269.56 સવારે 09 45 કલાકે જોવા મળ્યો હતો
એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં પણ 30 પોઇન્ટ અથવા 0.25 પોઈન્ટનો વધારો જોવા મળતા 11581.785 નો નવો હાઈ પણ જોવા મળ્યો હતો.આ પેહેલા 11565.30નો નિફટી હાઈ ગઈકાલે જોવા મળ્યો હતો
જોકે ઇન્ડેક્સ થોડો વોલેટાઇલ પણ જોવા મળ્યો હતો અને સવારના સત્રમાં 6.15 પોઇન્ટ અર્થવ 0.05 % નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો
ટ્રેડરોના કહેવા અનુસાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા અનુસાર ચીન અને યુરોપ કરન્સીને અમેરિકા -ચીન વચ્ચેની ટ્રેડ ટોક પૂર્વે મેનિપ્યુલેટ કરી રહ્યાં છે તેવા બયાનને કારણે બજારના ગ્લોબલ ઇન્વેસ્ટરના સેન્ટિમેન્ટ પાર અસર કરી ગયા હતા
આજે જે સ્ક્રિપના ભાવ ઘટેલા જોવા મળ્યા હતા તેમાં ટાટા સ્ટીલ, વેદાંતા, આઇસીસીઆઈ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતી એરટેલ અને ઓએનજીસી સામેલ હતા જેમાં 1 ટકા નો ઘટાડો જોવા મળી રહ્યો હતો
જયારે આજે ઉછળીને બંધ થનારા શેરોમાં કોલ ઇન્ડિયા વિપ્રો, એશિયન પેઇન્ટ્સ,બજાજ ઓટો એચડીએફસી બેન્ક અને આઇટીસી સામેલ હતા જેમાં 1.16 ટકા નો વધારો જોવા મળ્યો હતો
દરમિયાન ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઈઆઈ) દ્વારા આજે 593.22 કરોડના શેરની ખરીદી કરવામાં આવી હતી જયારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા 483.04 કરોડના શેરનું વેંચાણ ગઈકાલે કરવામાં આવ્યું હતું
એશિયન માર્કેટની વાત કરીયે તો જાપાનના નિક્કેઇ 0.15,શંઘાનો કમ્પોઝિટ ઇન્ડેકસ 1.43 અને હોંગકોંગના હેન્ગ સેંગમાં 0.39 નો વધારો શરૂઆતી કારોબારમાં જોવા મળ્યો હતો
જયારે અમરિકી ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજ 0.35 ઉપરની સાઈડ બંધ આવ્યો હતો