આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 12100 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 50 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.બેન્ક નિફટી પણ પેહેલી વખત 32000ની સપાટી ઉપર ટચ થયો હતો.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.22 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.11 ટકાની મજબૂતી દેખાય રહી છે.
પીએસયુ બેન્ક, આઈટી, રિયલ્ટી, ફાર્મા, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં 0.94-0.14 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 31945.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ઑટો અને એફએમસીજી શેરોમાં ઘટાડો દેખાય રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 50.50 અંક એટલે કે 0.12 ટકાના વધારાની સાથે 41071.11 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13.10 અંક એટલે કે 0.11 ટકાની મજબૂતીની સાથે 12113.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ટીસીએસ, સિપ્લા, યુપીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.82-2.66 ટકા ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, વેદાંતા, હિરોમોટોકૉર્પ, એચયુએલ, હિંડાલ્કો અને ટાટા મોટર્સ 0.66-2.44 ટકા સુધી ઘટ્યા છે.
મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, એડલવાઇઝ, કોર્પોરેશન બેન્ક, ઈન્ડિયન બેન્ક અને એલએન્ડટી ફાઈનાન્સ 2.77-1.81 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા પાવર, ફ્યુચર કંઝ્યુમર, પીઆઈ ઈન્ડસટ્રીઝ, ઈઆઈએચ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ 1.94-1.1 ટકા સુધી લપસ્યા છે.
સ્મૉલકેપ શેરોમાં સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ, બાલાજી એમિન્સ, એસવીપી ગ્લોબલ, આલ્ફાજીઓ અને મેગ્મા ફાઈનકોર્પ 7.27-4.98 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં યુનિપ્લાય ઈન્ડિયા, કિસન મોડ્યુલિંગ્સ, ભારત રોડ, કોન્ફિડેન્સ પેટ્રો અને કોફી ડે 4.85-3.85 ટકા સુધી તૂટ્યા છે.