સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,503.67 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,966.50 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.જોકે માર્કેટને આઈસીઆઈસીઆઈ બેંકે જોરદાર સહારો આપીને નિફટીને નીચે જવા દીધો ન હતો
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.26 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.29 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29 ટકાનો વધારો દેખાય રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 83.83 અંક એટલે કે 0.21 ટકાના ઘટાડાની સાથે 40569.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.80 અંક એટલે કે 0.24 ટકા ઘટીને 11983.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, મેટલ, ફાર્મા, એફએમસીજી અને પીએસયુ બેન્ક શેરોમાં 0.62-0.22 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.18 ટકા ઘટાડાની સાથે 30577.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, આઈટી અને રિયલ્ટી શેરોમાં મજબૂતી દેખાય રહી છે.
દિગ્ગજ શેરોમાં યુપીએલ, ભારતી ઈન્ફ્રાટેલ, વેદાંતા, ટાટા સ્ટીલ, સન ફાર્મા, ભારતી એરટેલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.93-2.73 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને એચસીએલ ટેક 0.66-1.66 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં વોકહાર્ટ, જીઈટીએન્ડડી ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી, એલએન્ડટી ફાઈનાન્સ અને હુડકો 3.81-1.66 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આઈજીએલ, એડલવાઇઝ, દિવાન હાઉસિંગ, રિલાયન્સ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલ 5.38-4.89 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં સ્પેશિયાલિટી રેસ્ટ, પ્રોક્ટરએન્ડગેમ્બલ, એસ્ટ્રોન પેપર, જેટ એરવેઝ અને સિકલ લોજીસ્ટિક્સ 7.29-4.88 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં યુનિપ્લાય, એપેક્ક્ષ ફ્રોઝોન, રેયમંડ, થાયરોકેર અને વોટરબેઝ 9.98-6.12 ટકા સુધી મજબૂત થયા છે.