બજારની શરૂઆત ઉતાર-ચઢાવ સાથે થઈ છે. સેન્સેક્સ 58 અંકના વધારા સાથે 40,174.87 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો, નિફ્ટી 7 અંકના ઘટાડા સાથે 11832 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
નાના-મધ્યમ શેરોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સ્મૉલકેપ શેરોમાં 0.30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ-ગેસ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ અને ગેસ ઇન્ડેક્સમાં 0.15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
બેન્કિંગ શેરોમાં દબાણ સાથે કામ કરી રહ્યા છે. નિફ્ટીના પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 0.59 ટકા અને 0.10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બેંકિંગ શેરના દબાણને કારણે, બેન્ક નિફ્ટી 30,507.15 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
આઇટી અને ઓટો શેરો સિવાય નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેકસ લાલ નિશાનમાં જોવા મળે છે. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 0.03 ટકાનો અને આઇટી ઇન્ડેક્સમાં 0.23 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.