દિવસની શરૂઆતમાં શેરબજારમાં નજીવી વધારો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +34.65 અંક એટલે કે 0.086% ટકા વધીને 40,379.73 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +12.25 પોઈન્ટના વધારા સાથે 11,925.70 પર ટ્રેડ થઇ રહી છે.
બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 29 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.75 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.46 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આજે બ્રિટાનિયામાં શાનદાર તેજી એચડીએફસી એ એમ સી માં ફરી તેજી જોવા મળી હતી અને રૂપિયો નબળો પડતા ટીસીએસમાં પણ ખરીદારી જોવા મળી હતી