સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −36.84 અંક એટલે કે 0.098% ટકા ઘટીને 37,636.47 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −22.45 પોઈન્ટના ઘટાડા સાથે 11,152.30 પર ટ્રેડ થઇ રહી છે.
સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવો ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 8 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.96 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.88 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આજે બ્રિટાનિયા અને આઈ ટી કંપનીમાં ખરીદી જોવા મળી હતી જયારે ઓટો શેરમાં શરૂઆતી દબાવ જોવા મળ્યો હતો.