એકબાજુ ખાંડ મિલો પોતેજ હેન્ડ સેનિટાઇઝર બનાવી રહી છે જેથી કરીને કોરોના સામે એક રક્ષણ મેળવી શકાય પણ હવે હવે કોરાનાવાઇરસે ખાંડ મિલના કર્મચારીને હડફેટે લઇ લીધા છે.
કુરુક્ષેત્રના ડેપ્યુટી કમિશ્નર ધીરેન્દ્ર ખગટાએ જણાયું હતું કે શાહબાદ સુગર મિલન 52 વર્ષીય કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.એમને વધુમાં જણાયું હતું કે અમને પીજીઆઈ ચંદીગઢથી એમને કોરોના પોઝિટિવ હોવાની સૂચના મળી હતીખાંડ મિલની કોલોનીમાં લગભગ 150 ઘર છે અને આવાસ ક્ષેત્રને સીલ કરી દેવામાં આવ્યું છે.100 એકરમાં ફેલાયેલી સુગર મિલને સીલ કરી દેવામાં આવી છે અને ખાંડ મિલન પરિસરને પણ સીલ કરીને બફર ક્ષેત્ર ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર,કુરુક્ષેત્રના સિવિલ સર્જન ડો.સુખબીરે જણાવ્યું હતું કે 53 વર્ષીત કર્મચારીને અસ્થમા પણ છે.હાલ તેમની સારવાર ચાલી રહી છે. ડો.સુખબીરે જણાવ્યું હતું કે આ વ્યક્તિના પરિવારના અને તેમના સંપર્કમાં આવેલા 15 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે.