હવે સરકારના રડાર પર શુગર માફિયાઓ આવી ગયા છે અને સરકારે આવા માફિયાઓ સામે લાલ આંખ પણ કરી છે.સરકારીવહીવટી તંત્ર દ્વારા અગાઉ નામચીન એવા 84 શેરડી માફિયાઓને રડાર પર લેવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્ર વિક્રમસિંહે સોમવારે શેરડીના સર્વેની રેન્ડમ ચેકિંગ માટેની સૂચનાઓ જારી કરી હતી. એસડીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શેરડી વિકાસ વિભાગ અને સુગર મિલના કામદારો શેરડીનો સર્વે કરી રહ્યા છે. દરેકની રેન્ડમ તપાસ થશે.
9 સુગર મિલ ક્ષેત્રે 192 કામદારો કરી રહેલા શેરડીનો સર્વે
સરકાર દ્વારા આ સર્વેમાં હાલ 192 કર્મચારીઓ કાર્યરત છે. જિલ્લામાં સ્થાપિત સુગર મિલો ઉપરાંત બરેલી જિલ્લાની ફરીદપુર સુગર મિલ, હરદોઈ જિલ્લાની લોની અને રૂપાપુર સુગર મિલ અને લખમિપુર જિલ્લાની અજાબાપુર સુગર મિલ પણ જિલ્લામાં શેરડીનાં વાવેતરની તપાસ કરી રહી છે.
40 ટકા સર્વે પૂર્ણ, આવતા અઠવાડિયાથી તપાસ
જિલ્લામાં 1.97 લાખ શેરડી ખેડૂત છે. તેમાંથી 75 હજારનો શેરડીનો સર્વે પૂર્ણ થયો હતો. શેરડી વિભાગ 50% જેટલી કામગીરી પૂર્ણ થતાંની સાથે જ તેની વિગતો વહીવટી તંત્રને સોંપશે. આ પછી એસડીએમ સર્વે કામની ગુણવત્તા તપાસશે.
દરમિયાન જિલ્લા શેરડી અધિકારી ડો ખુશીરામ જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટે શેરડીના સર્વેની તપાસ કરવા સૂચના આપી છે. વિભાગ એક અઠવાડિયા પછી વિગતો રજૂ કરશે. આ પછી, તપાસમાં જમીનના રેકોર્ડ પણ મેળ ખાશે. હાલ તંત્ર દ્વારા અત્યંત સંવેદનશીલ ગામોની યાદી પણ તપાસ માટે તૈયાર કરાઈ છે.