એશિયન બજારોની શરૂઆત આજે સુસ્તી સાથે થઇ છે. જો કે, એસજીએક્સ નિફ્ટી ઉપરની તરફ કારોબાર કરી રહ્યા છે. તો યુએસ માર્કેટમાં યર એન્ડ રેલી એન્ડ રેલી ચાલી રહી છે.ગઈકાલના કારોબારમાં ડાઉ અને એસએન્ડપી 500 રેકોર્ડ ઉંચાઇએ બંધ રહ્યો હતો.ગઈકાલે પ્રથમ વખત નાસ્ડેક 9000 ને પાર કરી ગયો હતો. ગઈકાલના કારોબારમાં એસ એન્ડ પી 500 એ તેનું 34 મો રેકોર્ડ બંધ કર્યું હતું. ગઈકાલના કારોબારમાં એસ એન્ડ પી 500 માં 3.1 ટકાનો વધારો થયો છે.
સારા આર્થિક ડેટા દ્વારા બજાર મજબૂત મળી છે.યુએસ બેરોજગાર દાવાઓ નકાર્યા છે. યુએસ બેરોજગાર દાવાની સંખ્યામાં 13000 નો ઘટાડો થયો છે. આ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ત્રણ મહિનાની ટોચ પર પહોંચી ગઇ છે. ટ્રેડ ડીલથી ડિમાન્ડ વધવાની આશા અને યુએસમાં ક્રૂડ ભંડારામા ઘટાડાની આસર જોવા મળી રહી છે.બ્રેન્ટ 68 ડૉલરની નજીક કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, સોનાના ભાવ પણ 2 મહિનાના ઉચ્ચ સ્તર પર દેખાય છે.
આ વૈશ્વિક સંકેતોમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત તેજી સાથે થઇ છે. દિગ્ગજ શૅર સાથે મિડ અને સ્મૉલકેપ શેરોની ચાલ પણ તેજી સાથે દેખાય રહી છે. બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ 0.32 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.26 ટકા કારોબાર કરી રહ્યા છે. તેલ-ગેસના શેરમાં પણ આજે ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.48 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
બજારમાં આજે ચારે બાજુ ખરીદદારી જોવા મળી રહી છે. ઓટો, બેન્કિંગ, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.38 ટકાના મજબૂત વધારા પર કોરબાર કરી રહ્યું છે. બેન્ક નિફ્ટી 0.40 ટકાની મજબૂતી સાથે 32,120 ના આસપાસ જોવા મળે છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 155 અંક એટલે કે 0.37 ટકાના વધારાની સાથે 41320 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 42 અંક એટલે કે 0.34 ટકાની મજબૂતીની સાથે 12170 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.