લખનૌ:સામાન્ય રીતે શેરડીના ખેડૂતોને હમેંશા અલગ નજરથી એની વિરોધ પ્રદર્શન અને ધરણા કરતા જ જોવામાં આવ્યા છે પણ તેમની કેટલીક ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવનું કામ પણ રાજ્ય સરકાર કરી રહી છે.રાજ્ય સરકાર દ્વારા જ ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોને તેમના સારા અને ઉત્તમ કાર્યો બદલ સન્માનિત પણ કરતી આવી છે. આ માટે રાજ્ય શેરડીની સ્પર્ધા સમિતિની રચના કરવામાં આવી અને તેના ભાગરૂપે સમિતિ દર વર્ષે ઉત્તર પ્રદેશના શ્રેષ્ઠ ખેડુતોની પસંદગી અને સન્માન કરે છે.
યુપીની આ શેરડી સમિતિએ રાજ્યના છ ખેડુતોનેહાર્વેસ્ટિંગના પરિણામોના આધારે વર્ષ 2018-19ના વિજેતા જાહેર કર્યા છે. શુક્રવારે શેરડી કમિશનરની અધ્યક્ષતામાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.
સમિતિએ જાહેર કરેલા વિજેતાઓમાં પેડી કેટેગરીમાં બિલાસપુર ઝોનના રામપુર વિસ્તારના મન્નાલાલ પ્રથમ ક્રમે હતા જ્યારે મેરઠના રવિન્દ્રસિંહ બીજા અને ગાઝિયાબાદના વકીલ ત્રીજા સ્થાને રહ્યા હતા. પ્લાન્ટ કેટેગરીમાં ઘેરીના કુલંતસિંહે ગોલા વિસ્તારમાં પ્રથમ, મેરઠના રહેવાસી વેદાવ્રતને બીજો અને પ્રકાશવતીએ ત્રીજો ક્રમ મેળવ્યો છે.