લંડનઃ ફળ અને શાકભાજીની અછત તેમજ ખાંડના વૈશ્વિક ભાવમાં વધારો થવાના કારણે યુકે ઐતિહાસિક ફુગાવાના દરની નજીક ધકેલાઈ ગયું છે. બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ અનુસાર, તાજા ખાદ્ય વર્ગ માટે ખાદ્ય ફુગાવો 15% થી વધીને 17% થયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે આ મહિનાની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે ખાદ્ય પદાર્થો અને બિન-આલ્કોહોલિક પીણાંના ભાવ 1977 પછી સૌથી વધુ દરે વધી રહ્યા છે.
બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમના ચીફ એક્ઝિક્યુટિવ હેલેન ડિકિન્સને જણાવ્યું હતું કે દુકાનની કિંમતનો ફુગાવો હજુ ટોચે પહોંચ્યો નથી. જેમ જેમ ઇસ્ટર નજીક આવી રહ્યું છે તેમ તેમ ખાંડના વધતા ભાવ કેટલાક ગ્રાહકોની ઊંઘ હરામ કરી રહ્યા છે. માર્ચમાં ચોકલેટ્સ, મીઠાઈઓ અને ફિઝી ડ્રિંક્સના ભાવમાં વધારો થયો હતો. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે ભારતમાંથી ઓછી નિકાસ અને ખાંડની મજબૂત વૈશ્વિક આયાત માંગને લઈને ચિંતા વધી રહી હોવાથી ખાંડના ભાવ વધી રહ્યા છે. જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ખાંડના ભાવ 6.9% વધ્યા હતા, જે ફેબ્રુઆરી 2017 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા. ફેબ્રુઆરીમાં ખાંડના ભાવ 6.9% વધ્યા હતા, જે 2017 પછીનું સર્વોચ્ચ સ્તર છે.