ભારત હવામાન વિભાગ (આઇએમડી) ના ડાયરેક્ટર જનરલ ડો.મૃતુંજય મહાપત્રાએ જણાવ્યું હતું કે, અમ્ફાન ચક્રવાતને કારણે ભારતમાં ચોમાસુ મોડું થવાની સંભાવના છે. આઈએમડીના વડાએ કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે કેરળ 1 જૂનના બદલે 5 જૂને ચોમાસુ કેરળ પહોંચશે.
મહાપાત્રાએ એમ પણ કહ્યું હતું કે અમ્ફાન ચક્રવાતથી દેશના હવામાન પર સકારાત્મક અને નકારાત્મક અસર થઈ છે.
ગંભીર વાવાઝોડા અમ્ફાન કારણે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વિનાશ સર્જાયો હતો અને વિનાશક તોફાનને કારણે ઘણા લોકોના મોત નીપજ્યા હતા.