SP અને BSPએ મળીને ઉત્તર પ્રદેશમાં 29 સુગર મિલો બંધ કરી: જેપી નડ્ડા

ઉત્તર પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો શરૂ કરતા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે કહ્યું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બંનેએ મળીને ઉત્તર પ્રદેશમાં 29 ખાંડ મિલો બંધ કરી દીધી છે. 11 ખાંડ મિલો પૈસોના ભાવે વેચાઈ હતી જ્યારે ભાજપ સરકારે ઘણી નવી શુંગર મિલો ખોલી હતી.

કુશીનગરમાં એક જાહેર સભાને સંબોધતા બીજેપી અધ્યક્ષે કહ્યું, “સપા અને બસપાએ મળીને યુપીમાં 29 ખાંડ મિલો બંધ કરી અને 11 ખાંડ મિલોને ખૂબ ઓછા ભાવે વેચી નાંખી હતી યોગી સરકારે શેરડીના ખેડૂતોને 1.41 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ સાથે અખિલેશ સરકારના 11,000 કરોડ રૂપિયાના લેણાંની ચૂકવણી પણ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના શાસનમાં નવી ખાંડ મિલો શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here