કોલંબો : શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે જણાવ્યું છે કે શ્રીલંકાના ઇથેનોલ આયાત પર પ્રતિબંધ હોવાને કારણે રાજ્ય સંચાલિત શુગર મિલોને ફાયદો થયો છે, જે અગાઉ નુકસાન કરતી હતી. રાજપક્ષે કહ્યું કે, આપણી શુગર મિલો આજે નફો કરી રહી છે કારણ કે ઇથેનોલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તાજેતરમાં જ સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઇથેનોલની આયાત પર પ્રતિબંધ મૂક્યા બાદ લંકા સુગર કંપની (ખાનગી) લિમિટેડ હવે નફો કરી રહી છે. ઇથેનોલ આયાત પર પ્રતિબંધ હોવાના કારણે સતત નુકસાન બાદ હવે લંકા સુગર કંપની (પ્રા.) લિમિટેડને નફો થયો છે.
સરકારનું કહેવું છે કે ઇથેનોલની આયાત પરનો પ્રતિબંધ સ્થાનિક ખાંડ ઉદ્યોગ માટે મોટો વરદાન સાબિત થઈ રહ્યો છે.