કોલ્હાપુર:મહારાષ્ટ્રના વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારોમાં જો શેરડીનું હાર્વેસ્ટિંગ તુરંત કરવામાં નહિ આવે તો સુગર મિલો બંધ કરી દેવાની ધમકી સ્વાભિમાની શેતકરી સંગઠને ઉછરી છે.સંગઠનના અધ્યક્ષ જાલીન્દર પાટિલના અધ્યકસ્થાને સ્વાભિમાની સેહતકારી સંગઠનનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર દોલત દેસાઈને મળ્યું હતું અને જણાવ્યું હતું કે વાર્સાર ને કારણે અસરગ્રસ્ત બનેલા ખેતરોમાં શેરડીનું હાર્વેસ્ટિંગ પેહેલા કરવામાં નથી આવ્યું રહ્યું અને તેમાં જે વિલંબ થઇ રહ્યો છે તેને કારણે તેની રિકવરી પણ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે.આનાથી શેરડીના ખેડૂતોને નાણાકીય નુકશાન પણ થઇ રહ્યું છે તેમ જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું
આ મિટિંગના ફળસ્વરૂપે જિલ્લા કલેક્ટરે તુરંત જ ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી અને સુગર વિભાગ જણાવ્યું હતું કે આ આમુદ્દે આવતા સપ્તાહ દરમિયાન તમામ હિતધારકોની એક મિટિંગ બોલવામાં આવશે દોલત દેસાઈ દ્વારા પ્રતિનિધિમંડળને એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે નિયમનું પાલન નથી કરતી તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે।
ગયા નવેમ્બર મહિનામાં જ કલેક્ટર દ્વારા વરસાદી અસરગ્રસ્ત ખેતરોની શેરડી પેહેલા કાપી લેવાની સૂચના અપાતો ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.જેમાં શેરડીના હાર્વેસ્ટિંગને પ્રાથમિકતા દેવાની સાથે સાથે 21 જાન્યુઆરી સુધીમાં કામ પુરી કરી દેવાની વાત પણ કરવામાં આવી હતી જોકે પૂર પ્રભાવિત ખેડૂતો હજુ પણ કહી રહ્યા છે કે તેઓની શેરડી હજુ પણ ખેતરોમાં ઉભી છે.