એમજીપી નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન રામકૃષ્ણ ‘સુદિન’ ધવલીકરે કહ્યું કે, પ્રમોદ સાવંતની આગેવાનીવાળી ગોવા સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે એક વર્ષ પૂર્ણ જરૂર કર્યું પરંતુ ગોવાના લોકોના અને ગોવાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
તેમણે કહ્યું, ‘રાજ્ય સરકારે સંજીવની સુગર મિલ ફરી શરૂ કરવા અને રાજ્યના શેરડીના ખેડુતોના હિતોની સુરક્ષા માટે ગૃહને ખાતરી આપી હતી, પરંતુ તેમાં નિષ્ફળ ગઈ છે.’
સુદિને આરોપ મૂક્યો કે સરકાર સંજીવની સુગર ફેક્ટરીની જમીન ખાનગી પાર્ટીને વેચવા માંગે છે. નાણાં પ્રધાન તરીકે સાવંત રાજ્યની આવક એકત્રીત કરવામાં નિષ્ફળ ગયા છે.
શેરડીનો પુરતો પુરવઠો ન હોવાના કારણે કારખાનાને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિલના ખેડુતો અને કર્મચારીઓ તેને બંધ કરવા વિરુદ્ધ છે. શેરડીની ઉપલબ્ધતા અને વિવિધ કારણોસર મિલમાં ખોટ નોંધાઈ છે.