છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર આજે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. એફએમસીજી, એનર્જી અને ઓટો શેરોમાં ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. નિફ્ટી ફરી 22,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે બજાર માટે રાહતની વાત છે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોની ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 72,664 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98 પોઈન્ટના ઉછાળા સાથે 22,055 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
ભારતીય શેરબજારમાં મોમેન્ટમ પરત આવવાને કારણે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 396.62 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 393.34 લાખ કરોડ હતું. એટલે કે આજના સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 3.28 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે