શેર બજારમાં 8 સપ્તાહ બાદ આ સપ્તાહ તેજી સાથે સમાપ્ત થયું હતું અને આજે સેન્સેક્સ 1265 પોઇન્ટ અને નિફટી 363 પોઇન્ટના જોરદાર વધારા સાથે બંધ આવ્યા હતા. બે દિવસ પૂર્વે પણ 2500 પોઇન્ટની સૌથી મોટી રેલી જોવા મળી હતી.સેન્સેક્સ 31159 અને નિફટી 9111 પર બંધ આવ્યો હતો.રાજાને કારણે આ સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ ટ્રેડિંગ જોવા મળ્યું હતું . સોમવારે મહાવીર જયંતિ અને આવતીકાલે ગુડ ફ્રાઈડેને કારણે માર્કેટ બંધ રહેશે .આવતા સપ્તાહમાં પણ 14 એપ્રિલના રોજ બાબાસાહેબ આંબેડકર જયંતિ હોવાને કારણે માર્કેટ બંધ રહેશે .
આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, સિપ્લા, ટાઈટન, ટાટા મોટર્સ, વેદાંતા અને એચડીએફસી જોરદાર ખરીદીના વલણ સાથે બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચયુએલ, ડૉ.રેડ્ડીઝ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક અને નેસ્લે ઈન્ડિયા ઘટીને બંધ થયા છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ચોલામંડલમ, સ્ટરલાઈટ ટેક્નો, ગ્લેક્સોસ્મિથ અને એચઈજી વધ્યા હતા. જો કે મિડકેપ શેરોમાં એડલવાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગ્લેક્સોસ્મિથ કંઝ્યુમર,ઈન્ડિયાબુલ્સ વેન્ચર, ગોદરેજ પ્રોપર્ટીઝ વગેરેમાં ઘટાડો જોવા મળ્યો હતો