શેર બજારની હાલત વધુ કફોડી બની રહી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે લોઅર સર્કિટ લાગ્યા બાદ ભારતીય શેર માર્કેટમાં 45 મિનિટ કારોબાર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી ખુલતાની સાથે જ બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં 3290 પોઈન્ટ અથવા 11.22 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. હાલ સેન્સેક્સ 3,300 અંક પટકાઈને 26,606 નજીક કોરાબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ લોઅર સર્કિટ બાદ ખુલી હાલ 956 પોઈન્ટ અથવા 11.12 ટકા ગગડીને 7,800 નજીક કારોબાર કરી રહ્યો છે. બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ 2800 થી વધુ પોઈન્ટ પટકાઈને 17,500 નજીક ટ્રેડ કરી રહ્યો છે.
સોમવારે ભારતીય શેર માર્કેટમાં આજે ફરી લોઅર સર્કિટ જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધુનો કડાકો થતા શેર માર્કેટ પર ટ્રેડિંગ 45 મિનિટ સુધી બંધ રાખવામાં આવ્યું છે. સેન્સેક્સમાં 2,991 અથવા 10 ટકા પટકાઈને 26,924 પર જ્યારે નિફ્ટી 50 આંક 842.45 પોઈન્ટ અથવા 9.63 ટકા ગગડીને 7,903 નજીક પહોંચ્યા છે. હવે માર્કેટ 10.57 વાગ્યે ફરીખુલી હતી.
આ પહેલા 13 માર્ચ, શુક્રવારે પણ ભારતીય માર્કેટમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. ત્યારે પણ સેન્સેક્સ-નિફ્ટીમાં 10 ટકાથી વધુનો કડાકો થતા માર્કેટમાં લોઅર સર્કિટ લાગી હતી અને કારોબાર 45 મિનિટ સુધી રોકવામાં આવ્યું હતું. કોરોના વાયરસના કહેરના કારણે અમેરિકન સહિત વિશ્વના મોટાભાગે માર્કેટ પટકાયા છે અને દયનીય હાલતમાં છે. ત્યારે ભારતમાં પણ લોકડાઉની સ્થિતિમાં માર્કેટ પટકાઈ રહ્યું છે.
આ સપ્તાહ શેર માર્કેટ માટે ખૂબ મહત્વનો રહેવાનો છે. આજથી દેશના મોટાભાગે શહેર લોકડાઉનની સ્થિતિમાં રહેશે. એટલે કે ટ્રેન, બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રઓો જેવી તમામ સુવિધાઓ બંધ રહેશે. ઉપરાંત શેર માર્કેટ પણ આજે ઘરેથી ચાલશે. આ પહેલીવાર છે જ્યારે બ્રોકર ઘરેથી કામ કરી રહ્યા છે.
નિફટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અગાઉના બંધ 8,745.45ની સામે સોમવારે 7,945.70 નજીક ખુલી હાલ 613 પોઈન્ટ ગગડીને 8,132 નજીક કારોબાર કરી રહ્યો છે. આ સિવાય બેંક નિફ્ટીમાં પણ આજે મંદ વલણ જોવા મળી રહ્યું છે. ઈન્ડેક્સ 2000થી વધુ પોઈન્ટ પટકાઈને ખુલ્યા બાદ હાલ 1,590 અંક ગગડીને 18,762 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીએસઈ પણ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ જંગી કડાકા સાથે કારોબાર કરી રહ્યા છે.