બજેટના દિવસે શેર બજાર જે રીતે પટકાયું હતું ત્યારે એક પેનિક ઉભું થયું હતું પણ ત્યાર બાદ સત્તા ચોથા દિવસે બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને લગભગ તમામ સેક્ટરમાં ખરીદારી જોવા મળી રહી છે, બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 137.78 અંક એટલે કે 0.33 ટકાના વધારા બાદ 41,280.44 પર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 50.45 અંક એટલે કે 0.42ના ઉછાળા બાદ 12,139.60 સ્તર પર ખુલ્યો.
અત્યારે 10: 15 વાગે સેન્સેક્સ 41220.80 12118.20 ઉપર છે જયારે નિફટી 31012 પર ટ્રેડ થઇ રહ્યો છે. બેન્ક નિફટીમાં પણ આજે કારણે દેખાયો હતો અને હાલ ટ્રેડ કરી રહ્યો છે ચુનંદા શેરોની વાત કરીએ તો આજે સિપ્લા, ઝી લિમિટેડ, અદાણી પોર્ટ્સ, વેદાંત લિમિટેડ, યસ બેંક, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બીપીસીએલ અને એચસીએલ ટેકના શેર લીલા નિશાન પર ખુલ્યા. બીજી તરફ ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, એચડીએફસી અને એનટીપીસીનાં શેરો લાલ નિશાન પર ખુલ્યા છે.