ભારતીય બજાર આજે પોઝિટિવ નોટ સાથે ખોલ્યા હતા અને બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલના બંધ 29,893ની સામે આજે 30,571 પર ખુલી હાલ 664 અંક અથવા 2.22 ટકાના વધારા સાથે 30,544 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ અગાઉના બંધ 8,748 સામે 8,973 પર ખુલીનિફટીમાં
બેન્ક નિફટીમાં પણ ઈન્ડેક્સ 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા બાદ હાલ 557 અંક વધીને 19,503 નજીક કારોબાર કરી રહ્યો છે.
આજે પણ ફર્મ શેરોમાં તેજી જોવા મળી હતી. ભારતીય દવાની માંગ વિશ્વભરમાં છે ત્યારે ફાર્મા શેરોમાં ભારે તેજી જોવા મળી રહી છે.ઉપરાંત આઈ ટી શેરોમાં પણ આજે તેજી જોવા મળી હતી.સાથોસાથ સ્ટીલ શેરોમાં પણ આજે ખરીદારી જોવા મળી હતી.
ગ્લોબલ માર્કેટમાં અમેરિકન માર્કેટમાં બુધવારે તેજી જોવા મળી. ડાઉ જોન્સમાં ઇન્ડસ્ટ્રીયલ એવરેજ જોવા મળી જ્યારે S&P 500 3.4 ટકા અને Nasdaq માં 2.58 ટકાનો ઉછાળો નોંધાયો.જ્યારે ઓસ્ટ્રેલિયન શેર માર્કેટમાં 1.5 ટકાની તેજી નોંધાઈ.