નરેન્દ્ર મોદીની લોક દઉં 3 મેં સુધી વધારવાની જાહેરાત બાદ પણ શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી અને લગભગ દરેક સેક્ટરમાં આજે તેજી જોવા મળી હતી.
અત્યારે 10:20 જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 764પોઇન્ટ વધ્યો છે અને 31450 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે નિફટીમાં 232 પોઇન્ટના વધારા સાથે 9233 પર ટ્રેડ કરી રહ્યો છે.બેન્ક નિફટીમાં પણ 500 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે.
આજે સરકાર દ્વારા લોક દઉં અંગેની ગાઇડલાઇન પણ બહાર પડવાની છે ત્યારે તેને લઈને કૃષિ શેરોમાં શાનદાર તેજી જોવા મળી હતી અને ટ્રેક્ટરના શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી તો શક્તિ પમ્પ પણ 10% વધ્યો હતો.
આ ઉપરાંત બેંકોમાં પણ તેજી જોવા મળી રહી છે.આઈસીઆઈસીઆઈ બેન્ક,એક્સિસ બેન્ક,ઇન્ડુસઇન્ડ બેંકમાં ખરીદારી જોવા મળી રહી છે અને જયારે ફાર્મ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે જયારે એવિયેશન સ્ટોકમાં આજે વેચવાલી જોવા મળી હતી.