રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ થવાની હોવાને કારણે આજે ભારતટીય શેર બજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત જોવા મળી હતી.બલ્કે માર્કેટ શરુ થતા જ સેન્સેક્સ માં 1000 પોઇન્ટની રેલી જોવા મળી હતી અને નિફટી પણ તેજી સાથે આગળ વધીને 9300 ની સપાટીથી આગળ નીકળી ગયો હતો.
માર્કેટ શરુ થતાની સાથે જ લગભગ 780 સ્ક્રિપમાં તેજી જોવા મળી હતી જયારે 66 શેરો રેડ ઝોનમાં હતા.આજે આઈ ટી શેરોમાં ન ચમક જોવા મળી હતી તો રિયલ એસ્ટેટ ની સાથે સાથે બેન્કિંગ સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી.બેન્ક નિફટી અને રિલાયન્સ માં તેજી જોવા મળી હતી જેને કારણે માર્કેટને એક સહારો મળ્યો હતો.
અત્યારે 9:30 વાગે માર્કેટ સેન્સેક્સ 31616 પર ટ્રેડ કરી રહ્યો છે એટલેક કે 1016 પોઇન્ટ ની ર્લેઇ જોવા મળી રહી છે જયારે નિફટીમાં 284 પોઈન્ટનો વધારો થયો છે અને તેને કારણે હાલ 9309 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે બેન્ક નિફટીમાં પણ આજે તેજી જોવા મળી રહી છે 873 પોઇન્ટ બેન્ક નિફટી વધ્યો છે અને હાલ 20270 પર જોવા મળી રહ્યો છે.