આજે સવારે શરુ થયેલા સત્રમાં છેલ્લા બે દિવસના નબળા દેખાવ બાદ આજે જોરદાર ખરીદી સાથે બજાર શરુ થયું હતું અને બજારે શરૂઆતથી જ મજબૂત પકડ જમાવી દીધી હતી અને ખાસ કરીને આઈ ટી અને ફાર્મા શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી
આજ.સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકા ઉપર જોવા મળ્યા હતા.નિફ્ટી 12200 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 124 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે.
લગભગ તમામ શેરો ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતા અને તેને કારણે શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા સુધી વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.90 ટકાની મજબૂતી આવી છે.
BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 124.41 અંક એટલે કે 0.34 ટકા સુધી ઉછળીને 41466.22 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 36.60 અંક એટલે કે 0.30 ટકાની તેજીની સાથે 12206.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
ફાર્મા, આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 0.42 ટકાના વધારાની સાથે 31077 ના સ્તર પર કારોબાર કરી રહી છે. જ્યારે મેટલ શેરોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.
આજે એલ એન્ડ ટી ,એક્સિસ બેન્ક આરબીએલ બેન્કના પરિણામ પણ છે તેને કારણે તેના શેરો પર પણ નજર જોવા મળી રહી છે..