આજે ઘરેલૂ બજારોમાં બેન્ક નિફટીમાં મજબૂતીને કારણેશરૂઆતી બજારમાં લેવાલી જોવા મળી હતી . નિફ્ટી 9350 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 252 અંકોનો વધારા સાથે બજારની શરૂઆત થઇ હતી.
માર્કેટ શરુ થયું ત્યારે બીએસઈના 30 શેરોમાંથી 20 શેરોમાં શરૂઆતી ચમક જોવા મળી હતી.
બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, મેટલ, આઈટી, રિયલ્ટી, ઑટો, આઈટી, રિયલ્ટી, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં અને ફાર્મ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.
આજે બેન્ક નિફટીમાં વધારો જોવા મળ્યો હતો. જેને કારણે બજારને થોડો સપોર્ટ મળ્યો હતો.ઇન્ડુસઇન્ડ બેંકમાં 10% ની સર્કિટ પણ જોવા મળી હતી.જયારે સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં પણ તેજી જોવા મળી હતી.
જોકે હાલ 10:10 વાગે જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે બજાર ટકી શક્યું ન હતું। સતત પાંચ ડીએસની તેજી બાદ રિલાયંસમાં આજે બ્રેક લાગી હતી અને શેર ફરી 1400 ની નીચે જોવા મળ્યો હતો અને તેને કારણે માર્કેટ પણ નીચે આવ્યું હતું .
હાલ સેન્સેક્સ 31742 પર ટ્રેડ કરી રહ્યો છે એટલે કે 55 પોઇન્ટ નીચે છે જયારે નિફટી 15 પોઇન્ટના ઘટાડા સાથે 9268 પર ટ્રેડ કરી રહ્યો છે.જયારે બેન્ક નિફટી 245 પોઇન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
સ્મૉલકેપ શેરોમાં પેનેસિઆ બાયોટેક, નોસિલ, અક્ષરકેમિકલ્સ, જસ્ટ ડાયલ અને એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ 15.70-8.33 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સાસ્કેન ટેક, ગ્રેફાઈટ ઈન્ડિયા, સોરિલ ઈન્ફ્રા, જેટ એરવેઝ અને ગોવા કાર્બન 7.91-4.98 ટકા સુધી તૂટ્યા છે.