ગ્લોબલ નબળા સંકેતોની સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારમાં પણ નેગેટિવ મૂડ જોવા મળ્યો હતો અને ફાર્મા કંપનીઓને બાદ કરતા લગભગ બધા જ સેક્ટરમાં નબળા સંકેતો જોવા મળી રહ્યા હતા. માર્કેટ 500 પોઇન્ટ નીચે ખુલતા માર્કેટમાં સાવચેતીનો સુર જોવા મળી રહ્યો છે.
અત્યારે 10:30 વાગે આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 31405 રહ્યો છે એટલે 457 પોઇન્ટ નીચે છે.જયારે નિફટી 9188 પોઇન્ટ પર છે.એટલે કે આજે 125 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. આજે બેન્કિંગ સેક્ટરમાં પણ નબળા સંકેતો જોવા મળી રહ્યા છે અને તેને કારણે બેન્ક નિફટીમાં ગિરાવટ જોવા મળી રહી છે.
જોકે આજે પણ ફાર્મા શેરો ચાલ્યા હતા.ડોક્ટર રેડ્ડી ,લ્યૂપિન અને સન ફાર્મા જેવા શેરોમાં તેજી જોવા મળી રહી છે,ઓઇલ કંપનીમાં પણ સારા સંકેતો સાથે સ્ટોક ઉપર ચાલી રહ્યા છે.