મુંબઇ: કોરોનોએ વાઇરસના કહેરની વચ્ચે આજે ફાર્મા શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી અને પરિણામે વોકહાર્ટ ,ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સન ફાર્મા સહિતના શેરોમાં તેજી જોવા મળ્યાં બાદસેન્સેક્સ આજે 28 જાન્યુઆરીએ 97.09 અંક વધીને 41,252.21 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે એનએસઈ નિફ્ટી 29.20 પોઇન્ટના સુધારે 12,148.20 પર ટ્રેડ કરી રહ્યો છે.
એ જ રીતે સવારે 10: 15 વાગ્યે સેન્સેક્સ 41,184.54 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 12,122.85 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ પેકમાં એચડીએફસી, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, મારુતિ, સન ફાર્મા, એસબીઆઇ, બજાજ ઓટો અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર રહ્યા હતા.આજે મારુતિ સુઝુકીના પરિણામ પણ આવી રહ્યા છે ત્યારે મારૂરતીમાં થોડી ખરીદારી જોવા મળી રહી છે. બીજી તરફ, પાવરગ્રિડ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એનટીપીસી અને એચયુએલ ટોચના ઘટાડામાં સામેલ છે.
ચલણના મોરચે સવારના સત્રમાં રૂપિયો 5 પૈસાની નબળા વલણ સાથે યુએસ ડ ડોrલર સામે 71.38 પર રહ્યો હતો