અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે વિદેશી બજારોમાં વ્યાપી ગયેલી મંદીની અસર ભારતીય શેરબજાર ઉપર પણ પડી છે. આજે ઉઘડતી બજારે જ સેન્સેકસમાં 1100 પોઈન્ટનું ગાબડું પડી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સાથે જ સેન્સેકસે 38620ની સપાટી પર આવી દીધી છે. હાલ સવારે 9:50 વાગે આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ 1120 પોઈન્ટના કડાકા સાથે 38620 અને નિફટી 330 પોઈન્ટના ઘટાડા સાથે 11292 ઉપર કારોબાર કરી રહ્યો છે.
આજે બીએસ ઈ અને એન એસ ઈ ના તમામ સ્ટોક રેડ ઝોનમાં છે.આઈ ટી,મેટલ ફાર્મા,સિમેન્ટ સહિતના અનેક શેરોમાં ભારે પીટાઈ થઇ છેવ કુલ 1490 સ્ટોક રેડ ઝોનમાં છે જયારે 192 સ્ટોક ગ્રીન ઝોનમાં છે. કોરોનાવાઇરસ ને કારણે જે રીટૅ હવે અમેરિકા અને ખાસ કરીને કેલિફોર્નિયામાં પેસારો કર્યો છે તે જોતા શેર બજારમાં વધુ ફફડાટ આવે તો નવાઈ નહિ