વૈશિક શેર બજારમાં નબળા પ્રતિસાદની શેર બજાર પર હતી અને આજે શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફટી માં નબળાઈનો સુર જોવા મળ્યો હતો. એક બે સેક્ટરને બાદ કરતા તમામ શેરોમાં 1થી 3 %નો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ 41,779.65 સુધી ગયો હતો અને જ્યારે નિફ્ટી 12,306.15 સુધી ગયો હતો સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકા જેવી નબળાઈ જોવા મળી હતી.
આજે ટ્રેડિંગમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 172.53 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડાની સાથે 41780.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56 અંક એટલે કે 0.45 ટકા ઘટીને 12306.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.