સ્ટોક માર્કેટમાં આજે શરૂઆતી કારોબારમાં બેન્ક નિફટી ની સાથે સેન્સેક્સમાં નબળી શરૂઆત જોવા મળી હતી.કેટલીક નેગેટિવ ખબરોને કારણે બેન્કિંગ સ્ટોક પર વિશેષ અસર જોવા મળી હતી અને બેન્ક નિફટી 390 સાથે શરૂઆત થયા બાદ થોડી રિકવરી જોવા મળી હતી
સુપ્રિમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની એજીઆર રિવ્યૂ પિટીશન ફગાવી દીધા બાદ ચૂકવણી પર કોઇ પણ રાહત આપવાની ના કહી દીધી છે. ટેલિકોમ કંપનીઓ પર રૂપિયા 1.48 લાખ કરોડ એ જી આર બાકી છે. જે કંપનીઓએ 23 જાન્યુઆરી સુધીમાં ચૂકવવાનું છે.જેને કારણે આઈડિયા વોડાફોનના ભાવ પર દબાવ જોવા મળ્યો હતો જોકે ભરતી એરટેલ પાસે ફન્ડ હોવાને કારણે તેના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે અને આજે રિલાયન્સ જિયો ભારતની સૌથી વધુ કંપની બની જતા રિલાયંસનો ભાવ પણ ભાગ્યો હતો
ઓટો શેરમાં પણ થોડી તેજી જોવા મળી હતી તો સુગર કંપનીઓના ભાવ પણ આજે પોઝિટિવ સાઈન સાથે ઓપન થયા હતા બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં 1.44-0.06 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.12 ટકા ઘટાડાની સાથે 31496.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, ફાર્મા, મેટલ અને આઈટી શેરોમાં મજબૂતી દેખાય રહી છે.જયારે બેન્ક નિફટી 12320 બાદ 12હાલ 340 પર જોવા મળી રહ્યો છે.