આજે ભારતીય બજારની સુસ્ત શરૂઆત થઇ હતી.કેટલાક સ્ટોકને બાદ કરતા લેવાલીનો જોક જોવા ન માલ્ટા બજારમાં ભારે સુસ્તી જોવા મળી રહી હતી. ચીન વચ્ચે ટ્રેડ કરાર પર હસ્તાક્ષર 17 જાન્યુઆરીના રોજ થવા જય રહ્યા છે તવે આવનારા સત્રોમાં થોડું બુસ્ટ સંભાવના છે.
યુએસ-ચીન ડીલ હેઠળ,યુ.એસ.ચીની પ્રોડક્ટ પર ડ્યુટી ઘટાડશે અને ચીન યુએસથી વધુ એગ્રી પ્રોડકટ ખરીદશે. ટેકનોલોજી સ્થાનાંતરણને લઇને પણ ડીલ થઇ શકે છે. તેનાથી યુ.એસ. કંપનીઓ પર ટેકનોલોજી સ્થાનાંતરિતનું દબાણ ઘટશે.
આ વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે થોડીક સુસ્તીથી થઈ છે. જોકે, મિડ અને સ્મૉલકૉપ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.19 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.17 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.48 ટકાના મજબૂતીમાં કારોબાર કરી રહ્યો છે.
બેન્ક નિફ્ટી સહિત નિફ્ટીના ઓટો, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સ નબળાઇ જાવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.41 ટકાના ઘટાડા સાથે 32,045 ના આસપાસ જોવા મળી રહ્યા છે. બીજી તરફ આઇટી, મેટલ અને ફાર્મા શેરોમાં તેજી જોવા મળી રહી છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 55 અંક એટલે કે 0.13 ટકા ઘટીને 41805 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 10 અંક એટલે કે 0.08 ટકાના ઘટાડાની સાથે 12320 ના સ્તર પર બંધ થયા છે.