આજે બજેટ હોવાને કારણે શનિવારે પણ ફૂલ દિવસ શેર બજાર ચાલુ રાખવાના નીંરાય બાદ આજે બજારની નબળી શરૂઆત થઇ હતી અને બજેટની અપેક્ષા અને ચિંતા વચ્ચે બેન્ક નિફટી,સેન્સેક્સ અંશ નિફટી નીચલા મથાળા હેઠળ ખુલ્યા હતા જોકે પાછળથી સ્માર્ટ રિકવરી પણ બજારમાં જોવા મળી હતી.શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,444.48 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,880.65 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
આજે આલગ અલગ સેક્ટરમાં તેજી મંદી બંને જોવા મળી હતી પણ બેન્કિંગ, મેટલ, આઈટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરો વેચવાલી જોવા મળ્યા બાદ 10 વાગે માર્કેટ જોરદાર રિકવરી મળી છે.
મોટી સ્ક્રિપના શેરોમાં ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ, ટાટા સ્ટીલ, એનટીપીસી, વેંદાતા, કોલ ઈન્ડિયા, ઝિ એન્ટરટેનમેન્ટ અને યુપીએલ ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ગેલ, એચયુએલ, સિપ્લા, આઈઓસી, બીપીસીએલ, ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા છે.