ભારતીય શેર બજારમાં આજનો શુક્રવાર ખરા અર્થમાં બ્લેક ફ્રાઈડે પુરવાર થયો હતો 5 વર્ષમાં એક દિવસનો સૌથી મોટો કડાકો આજે બોલ્યો હતો.કોરોના વાયરસની વિશ્વભરમાં જે અસર જોવા મળી રહી છે અને અર્થતંત્રને ભારે ફટકો પડવાની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી તૂટી રહ્યું છે.પરંતુ, શુક્રવાર બ્લેક ફ્રાઈડે બન્યો છે.
સેન્સેકસ-નિફટીમાં સપ્તાહના અંતિમ સત્રમાં 3.75%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે. એપ્રિલ, 2015 બાદ બેંચમાર્ક ઈન્ડાયસિસ માટે આજે સૌથી ખરાબ દિવસ રહ્યો છે એટલેકે 55 મહિનાનો સૌથી મોટો ઘટાડો દલાલ સ્ટ્રીટમાં જોવા મળ્યો છે.
એક દિવસમાં આટલો મોટો ઘટાડો ઘણા સમય બાદ જોવા મળ્યો હતો.બજેટના દિવસે માર્કેટમાં 900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો તે પછી આજે સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો.દિવસના અંતે સેન્સેકસ અંક ઘટીને 38,3 ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 422 અંકોના ઘટાડા સાથે 11,211ના સ્તરે બંધ આવ્યા છે.
સવારના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ, દિવસના અંતે બ્રોડર માર્કેટ કરતા બેંચમાર્ક ઈન્ડાયસિસ વધુ ઘટીને બંધ આવ્યા છે. બીએસઈ મિડકેપ 3.25% અને સ્મોલકેપ ઈન્ડેકસ 3.35% ઘટ્યાં છે. બીએસઈ ખાતે આજે માત્ર 417 શેરમાં જ પોઝીટીવ ટ્રેડ જોવા મળ્યો છે, 2041 શેરમાં નેગેટીવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. બીએસઈ ખાતે 339 સ્ક્રિપ્ટમાં નીચલી સર્કિટ જોવા મળી છે. આજના સત્રમાં મેટલ શેર મંદીનું મોજું પ્રસર્યું હતુ. મેટલ ઈન્ડેકસ સૌથી વધુ 7.15% ઘટ્યું છે અને બીએસઈના બધા જ સેક્ટોરિયલ ઈન્ડાયસિસ ઘટાડે બંધ આવ્યા છે. ઈતિહાસના સૌથી મોટા એક દિવસના કડાકા પછી, છ દિવસમાં ૧૦ ટકા ઘટ્યા પછી પણ અમેરીક્સ્ન શેરબજારના ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શુકવારે ઘટાડો આજે લગભગ કોઈ સેક્ટર ચાલ્યું ન હતું।ઓટો,ફાર્મા,મેટલ અનને આઇટી કંપનીમાં ભારે ધોવાણ થયું હતું।