ચીનમાં કોરોના વાઇરસનો કહેર થોડો ઓછો જોવા મળતા આજે માર્કેટમાં ફરી તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો અને ગઈકાલે સ્ટીલ કંપનીમાં જે વેચવાલી જોવા મળી હતી તેમાં આજે સુધારો જોવા મળ્યો હતો. અને આજે સવારના સત્રની શરૂઆતમાં સેન્સેક્સ 214.51 પોઇન્ટના ઉછાળા સાથે 41,181.37 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે એનએસઈ નિફ્ટી 71.35 અંક વધીને 12,127 પર ટ્રેડ કરી રહ્યો છે.
એ જ રીતે સવારે 10: 15 વાગ્યે સેન્સેક્સ 41,234.44 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 12,137.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ પેકમાં ટાટા સ્ટીલ, ઇન્ફોસીસ, એમએન્ડએમ, ભારતી એરટેલ, મારુતિ અને હિરો મોટો કોર્પ ટોપ ગેઇનર રહ્યા હતા. બીજી તરફ, ટીસીએસ અને એચડીએફસી ટોપ લોસર્સમાં હતા.બજેટને ધ્યાનમાં લઈને એગ્રો કંપનીમાં પણ ખરીદારી જોવા મળી હતી. કરન્સીમાં સવારના સત્રમાં રૂપિયો 8 પૈસામજબૂત જોવા મળ્યો હતો.