સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી સાથે શરૂઆત જોવા મળી હતી અને ગ્લોબલ સંકેતોને કારણે ભારતીય માર્કેટમાં આજે 500 પોઇન્ટની તેજી સાથે ખુલવા પામ્યા હતા.બેન્કિંગ શેર તેમજ રિલાયન્સ અને ટીસીએસ જેવી મજબૂત કંપનીમાં પણ તેજી સાથેની શરૂઆતને કારણે માર્કેટ શરૂઆતી પક્કડ જમાવી રહી હતી.
અત્યારે સવારે 10:00 વાગે જયારે આ લખાઈ છે ત્યારે સેન્સેક્સ 562 પોઇન્ટના વધારા સાથે 31889 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે નિફટી પણ 166પોઇન્ટના વધારા સાથે 9321 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે બેન્ક નિફટીમાં 1966 પર ટ્રેડ કરી રહ્યો છે એટલે કે આજે બેન્ક નિફટીમાં 382 પોઇન્ટ ઉપર છે.
આજે ખાનગી અને સરકારી બેંકોમાં પણ તેજી જોવા મળી રહી છે.રિલાયંસમાં પણ પોઝિટિવ ટન જોવા મળી રહ્યો છે.માઇન્ડટ્રી ના સારા અરિનામને કારણે તેમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેને કારણે ઇન્ફોસિસ અને ટીસીએસમાં પણ ખરીદારી જોવા મળી છે.
આ ઉપરાંત ફાર્મ કંપનીઓ તો ઘણા સમયથી ચાલી રહી છે અને આજે પણ તેજી જોવા મળી રહી છે.
દરમિયાન ડોલરની સામે આજે રૂપિયો 28 પોઇન્ટ મજબૂત ખુલવા પામ્યો છે અને હાલ 76.17 પર ટ્રેડ થઇ રહ્યો છે.