હમીરપુર ક્ષેત્રના બીલરખ માં વીજળીના તારોથી સ્પાર્ક થવાને કારણે ખેતરોમાં પડેલી શેરડીમાં આગ લાગી ગઈ હતી અને ખેતરમાં પડેલી શેરડીમાં આગ પ્રસરી હતી.જયારે ફાયર બ્રિગેડની ટીમ આગ બુજાવા માટે આવી ત્યાં સુધીમાં દોઢ વીઘામાં પડેલી શેરડી બળીને ખાખ થઇ ગઈ હતી અને અને પાંચ કુંતલ માલ પણ આગમાં ખાખ થઇ ગયો હતો.
આ આગથી લાખોનું નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ છે.બિલરખ ગામના ખેડૂત ઇન્દ્રપાલે જણાવ્યું હતું કે વીજળીના તાર સ્પાર્ક થતા આ આગ લાગી હતી અને શેરડીના ખેત સુધી પ્રસરી ગઈ હતી.આગ લાગતાંની સાથે જોતજોતામાં પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું.
શેરડીના ખેતરમાં આગ લાગવાની જાણ થતા જ આસપાસના ખેડૂતો પણ આગ બુજાવા માટે આવી ગયા હતા અને મહામહેનતે આગ ઓલવી દેવામાં સફળ રહ્યા હતા.પણ ઇન્દ્રપાલના ખેતરમાં દોઢ વીઘામાં ઉભેલી શેરડી બાળીને ખાખ થઇ ગઈ હતી.